વિકિમિડિયા ફાઉન્ડેશન ચૂંટણી ૨૦૧૩

This page is a translated version of the page Wikimedia Foundation elections 2013 and the translation is 80% complete.
Outdated translations are marked like this.
Info The election ended 22 June 2013. No more votes will be accepted.

The results were announced on 24 June 2013.

ચૂંટણીનું ભાષાંતર કરવામાં મદદ કરો.

Process

વિકિમિડિયા ફાઉન્ડેશનની ૨૦૧૩ની ચૂંટણી ૮ થી ૨૨ જૂન ૨૦૧૩ દરમિયાન યોજવામાં આવશે. વિકિમિડિયા સમુદાયના સભ્યોને ત્રણ સ્થાનો માટે ઉમેદવાર ચૂંટવાનો મોકો મળશે.

  • ત્રણ ઉમેદવાર ટ્રસ્ટી બોર્ડમાં બે વર્ષની મુદ્દત માટે ચૂંટાશે જે ૨૦૧૫માં પૂર્ણ થશે. ટ્રસ્ટી બોર્ડ વિકિમિડિયા ફાઉન્ડેશનની સર્વોચ્ચ સંચાલક સત્તા ધરાવે છે, 501(c)(3) મુજબની સેવાભાવી સંસ્થા છે જેની નોંધણી યુનાઈટેડ સ્ટેટસમાં થયેલ છે. વિકિમિડિયા ફાઉન્ડેશન અનેક વિવિધ પ્રકલ્પો સંભાળે છે જેમ કે વિકિપિડિયા અને કોમન્સ.
  • બે ઉમેદવારો બોર્ડની ભંડોળ પ્રસાર સમિતિમાં બે વર્ષની ટર્મ માટે.
  • એક ઉમેદવાર ભંડોળ પ્રસાર સમિતિના લોકપાલ તરીકે બે વર્ષની મુદ્દત માટે.

ચૂંટણી સીક્યોર પોલ સોફ્ટવેરના ઉપયોગથી યોજવામાં આવે છે. મતો ગુપ્ત હોય છે, અને ચૂંટણી સમિતિ, બોર્ડ અથવા વિકિમિડિયા ફાઉન્ડેશનના કોઈ પણ કર્મચારી તે જોઈ શકવાના હક્કો ધરાવતા નથી. ચૂંટણી માટેની ઍનક્રિપ્સન ચાવી સ્વતંત્ર ત્રાહિત પક્ષ પાસે હોય છે; તે સક્રિય થયા બાદ, ચૂંટણી અટકાવવામાં આવે છે. કેટલીક વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી મતદારોની માહિતી (જેમ કે, સરનામું, સભ્ય એજન્ટ, અને અન્ય માહિતી કે જે ચેકયુઝર સાધનો દ્વારા મેળવી શકાતી હોય) ચોક્કસ કેટલાક લોકો જ જોઈ શકે છે જે ચૂંટણીની ગણતરી અને ચકાસણી કરતા હોય (ચૂંટણી સમિતિ). મતદારો તેમનો મત તરફેણ/તટસ્થ/વિરુદ્ધ પદ્ધતિથી આપે છે. મતોની ગણતરી બાદ ઉમેદવારોને ક્રમાંક તેમને મળેલ તરફેણના પ્રતિશતને આધારે અપાય છે, તેની ગણતરી ઉમેદવારને તરફેણમાં મળેલ મતોનો ભાગાકાર ઉમેદવાર માટે અપાયેલ કુલ મતોથી કરવામાં આવે છે ("તટસ્થ" મતો ગણવામાં આવતા નથી). સૌથી વધુ તરફેણ પ્રતિશત ટકાવારી ધરાવતા ઉમેદવારની ટ્રસ્ટી બોર્ડમાં સ્થાન આપવા ભલામણ કરવામાં આવે છે.

ચૂંટણી સમિતિ પરિણામની જાહેરાત ૨૮ જૂન ૨૦૧૩ના રોજ અથવા તેની પહેલાં કરશે. વિગતવાર પરિણામ ઉપલબ્ધ હશે.

મતદારો માટે માહિતી

જરૂરિયાત

સંપાદકો

તમે વિકિમિડિયા વિકિ પરના તમારી માલિકીના કોઈપણ એક ખાતાં પરથી મતદાન કરી શકો છો. તમે એક જ વાર મત આપી શકો છો, પછી ભલે તમે એક કરતાં વધારે સભ્ય ખાતાં ધરાવતા હો. મતદાનની પાત્રતા માટે, તે ખાતું:

  • એક કરતાં વધુ પ્રકલ્પ પર પ્રતિબંધિત ન હોવું જોઈએ; અને
  • તમે જે પ્રકલ્પ પરથી મતદાન કરતા હો તેના પર પ્રતિબંધિત ન હોવું જોઈએ; અને
  • બોટ ન હોવું જોઈએ; અને
  • એપ્રિલ ૧૫, ૨૦૧૩ પહેલાં સમગ્ર વિકિમિડિયા વિકિઓને ગણતાં (અનેક વિકિઓ પરનું યોગદાન સાથે ગણી શકાય જો તમારું ખાતું એકીકૃત વૈશ્વિક ખાતું હોય) ઓછામાં ઓછા ૩૦૦ યોગદાન કરેલ હોચાં જોઈએ; અને
  • ૧૫ ડિસેમ્બર ૨૦૧૨ અને ૧૫ એપ્રિલ ૨૦૧૩ વચ્ચે ઓછામાં ઓછા ૨૦ યોગદાન કરેલ હોવા જોઈએ.
વિકાસકર્તા

વિકાસકર્તાઓ મત આપવા માટે પાત્રતા ધરાવે છે જો તેઓ;

  • શેલ હક્કો સાથે વિકિમિડિયા સર્વરના પ્રબંધક હોય; અથવા
  • કમિટ હક્કો ધરાવતા હોય અને ગિટમાં ઓછામાં ઓછું એક કમિટ વિલિન મે ૧, ૨૦૧૨ અને એપ્રિલ ૩૦, ૨૦૧૩ વચ્ચે કરેલ હોય.
કર્મચારી અને ઠેકેદારો

હાલના વિકિમિડિયા ફાઉન્ડેશનના કર્મચારીઓ અને ઠેકેદારો મત આપવાની પાત્રતા ધરાવે છે જો તેઓ ફાઉન્ડેશન ખાતે એપ્રિલ ૩૦, ૨૦૧૩ સુધીમાં કાર્યરત થયેલ હોય.

બોર્ડ સભ્યો અને સલાહકાર બોર્ડના સભ્યો

હાલના અને ભૂતપૂર્વ ટ્રસ્ટી બોર્ડ અને સલાહકાર બોર્ડના સભ્યો મત આપવા પાત્રતા ધરાવે છે.

ઉમેદવારો માટે માહિતી

બધા ઉમેદાવારોએ મતદારો માટેની જરૂરિયાતો સંતોષવી પડશે, અને સાથે સાથે ચોક્ક્સ જરૂરિયાતો પણ સંતોષવી પડશે. એક કરતાં વધુ ઉમેદવારી કરવાની અનુમતિ નથી.

  • ટ્રસ્ટી બોર્ડના ઉમેદવારો માટે માહિતી માટે અહીં જુઓ
  • ભંડોળ પ્રસાર સમિતિના ઉમેદાવારો માહિતી માટે અહીં જુઓ
  • ભંડોળ પ્રસાર સમિતિના લોકપાલના ઉમેદવારો માહિતી માટે અહીં જુઓ

સંસ્થા

સમયરેખા

  • ૨૪ એપ્રિલ-૧૭ મે ૨૦૧૩: ઉમેદવારી રજૂઆત
  • ૧૭ મે ૨૦૧૩: ઓળખ માટેનો પુરાવો રજૂ કરવાની આખરી તારીખ (રજૂઆતમાં મોડા પડનાર અથવા ગેરહાજરને અપાત્ર ગણવામાં આવશે)
  • ૦૮-૨૨ જૂન ૨૦૧૩: ચૂંટણી
  • ૨૩-૨૫ જૂન ૨૦૧૩: મત-ચકાસણી
  • ૨૫-૨૮ જૂન ૨૦૧૩: પરિણામની જાહેરાત

જો તમે મત આપવાની પાત્રતા ધરાવતા હો:

  1. ઉમેદવારની રજૂઆત વાંચો અને નક્કી કરો ક્યા ઉમેદવારની તમે તરફેણ કરશો.
  2. જે વિકિમાં તમે પાત્રતા ધરાવતા હો તેમાં "Special:SecurePoll" પાનાં પર તમે મત આપવા જાવ. જો તમે સૌથી વધુ સક્રિય meta.wikimedia.org વિકિ પર હો, તો meta.wikimedia.org/wiki/Special:SecurePoll પર જાવ.
  3. તે પાનાં પરની સૂચનાઓ અનુસરો.