ટેક/સર્વર ફેરબદલ
Your wiki will be in read-only soon
આ સંદેશો અન્ય ભાષામાં વાંચો • Please help translate to your language
વિકિમીડિયા ફાઉન્ડેશન તેના પ્રાથમિક અને સહાયક ડેટા સેન્ટરની અદલાબદલીનું પરિક્ષણ કરવા જઈ રહ્યું છે. આમ કરવાથી એ વાતની ખાતરી થશે કે આપત્તિના સમયે પણ વિકિપીડિયા અને અન્ય વિકિમીડિયા જાળસ્થળો (સાઇટો) ઉપલબ્ધ હોય. બધું બરોબર રીતે કામ કરી રહ્યું છે તેની ખાતરી કરવા માટે વિકિમીડિયાના તકનિકી વિભાગે સમયાંતરે આવું પરિક્ષણ કરવું જરુરી છે. આ પરિક્ષણથી એ જાણી શકાશે કે સમય આવ્યે તેઓ એક ડેટા સેન્ટરથી બીજામાં સરળતાથી તબદીલી કરી શકે તેમ છે. પરિક્ષણમાં ઘણાં લોકો/ઘણી ટીમો ભાગ લેશે કે જેથી જો પરિક્ષણ દરમ્યાન કોઈ અનિર્ધારિત સમસ્યા ઊભી થાય તો તેનો સમયસર ઉકેલ લાવી શકાય.
તમામ ટ્રાફિક ૨૦ સપ્ટેમ્બર પર સ્વિચ થશે. ભારતીય સમય મુજબ ૧૯:૩૦ કલાકે ૧૪:૦૦ UTC પરિક્ષણની શરુઆત થશે.
દુર્ભાગ્યવશ, MediaWikiની અમુક મર્યાદાઓને કારણે આ પરિક્ષણના સમય દરમ્યાન બધું જ સંપાદન કાર્ય અટકાવવું પડે તેમ છે. ખલેલ બદલ અમે દિલગીર છીએ અને ભવિષ્યમાં આવી ખલેલ ઓછામાં ઓછી પડે તે દિશામાં અમે કાર્યરત છીએ.
ટૂંકા સમયગાળા માટે તમે બધાં જ વિકિપીડિયા સંસ્કરણો ફક્ત વાંચી શકશો, તેમાં ફેરફાર નહિ કરી શકો.
- બુધવાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ, તમે લગભગ એક કલાક કે તેથી વધુ સમય સુધી વિકિપીડિયામાં કોઈ ફેરફાર કરી શકશો નહીં.
- જો આ સમયગાળામાં તમે કોઈ સંપાદન કરવાનો અને તે ફેરફારો સાચવવાનો પ્રયત્ન કરશો તો તમને ત્રુટિ સંદેશો મળશે. અમે આશા રાખીએ છીએ કે આ પરિક્ષણ દરમ્યાન કોઈ પણ સંપાદન ખોવાશે નહિ પરંતુ એ વાતની બાંહેધરી આપી શકાય એમ નથી. જો તમને ત્રુટિ સંદેશો મળે તો બધું જ પૂર્વવત થાય ત્યાં સુધી રાહ જોશો. પછી તમે કરેલા ફેરફારો સાચવી શકાશે. પણ અમારું સુચન છે કે તમે આવા કોઈ પણ ફેરફારોને કોપી કરી ને રાખી લો જેથી કાંઈ અનિચ્છનિય બને તો તમારી મહેનત બાતલ ન જાય.
અન્ય અસરો:
- પૃષ્ઠભૂમિમાં ચાલતાં કામો ધીમાં પડશે કે પછી અટકી જશે. લાલ (મૃત) કડીઓ સામન્ય ઝડપથી અપડેટ ન પણ થાય. તમે એવો કોઈ નવો લેખ બનાવો જે અન્યત્ર જોડાતો હોય તો પહેલાનાં તે પાના પર આ લેખની કડી થોડા વધુ સમય માટે હજુ લાલ જ બતાવે તેમ બને. અમુક લાંબા સમયથી ચાલતી સ્ક્રિપ્ટ અટકાવવી પડશે.
- We expect the code deployments to happen as any other week. However, some case-by-case code freezes could punctually happen if the operation require them afterwards.
- GitLab will be unavailable for about 90 minutes.