ઉપયોગ માટેની શરતો - સંક્ષેપમાં
ઉપયોગ માટેની શરતો
આ માનવ દ્વારા વાંચી શકાય તેવી, ઉપયોગની શરતોનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. To read the full terms, click here.
સ્પષ્ટતા: આ સંક્ષેપ ઉપયોગની શરતોનો કે કાયદાકીય દસ્તાવેજનો ભાગ નથી. તે લાંબી શરતોનું હાથવગું ટૂંકું સ્વરૂપ છે. તેને ઉપયોગની શરતોના કાયદાકીય સ્વરૂપનું વપરાશકર્તાને અનુરૂપ સ્વરૂપ સમજો.
અમારું ધ્યેય છે કે:
- દુનિયાભરના લોકોને વિનામૂલ્યે અને કોઈપણ પ્રકારના પરવાના કે બંધનથી મુક્ત શૈક્ષણિક સામગ્રી ભેગી કરવા અને વિકસાવવા પ્રોત્સાહિત કરવા અને જોડવા
- આ સામગ્રીનો વિનામૂલ્યે કાર્યક્ષમ અને વૈશ્વિક પ્રચાર-પ્રસાર કરવો
તમે મુક્ત છો:
- અમારા લેખો અને અન્ય ચિત્રો વગેરે માધ્યમો વિનામૂલ્યે વાંચવા અને છાપવા
- અમારા લેખો અને અન્ય ચિત્રો વગેરે માધ્યમો વિનામૂલ્યે અને મુક્ત રીતે વહેંચવા અને પુન:ઉપયોગ કરવા
- અમારા પ્રકલ્પો અને અન્ય સાઈટમાં યોગદાન અને ફેરફાર કરવા
નીચેની પરિસ્થિતિઓને આધીન:
- જવાબદારી - તમે પોતે કરેલા ફેરફારોની જવાબદારી ઉપાડો છો (કારણકે અમે માત્ર તમારી સામગ્રીને સાચવીએ છીએ).
- શિષ્ટતા - તમે શિષ્ટ વાતાવરણને ટેકો આપો છો અને અન્ય વપરાશકર્તાને હેરાન નથી કરતા.
- ન્યાયસંગત વર્તણૂંક - તમે કોઈ મુદ્રણાધિકાર કે અન્ય કાયદાનો ભંગ નથી કરતા.
- બિનહાનિકારક - તમે અમારા ટેક્નોલોજીના આંતરમાળખા કોઈ નુકશાન નથી કરતા.
- વપરાશની શરતો અને નીતિઓ - તમે જયારે અમારી સાઈટની મુલાકાત લો છો ત્યારે કે અમારા જનસમૂહ સાથે ભાગ લો છો ત્યારે નીચે દર્શાવેલ વપરાશની નીતિઓને વળગી રહો છો.
એ સમજીને કે:
- તમે તમારા યોગદાનને પરવાનામુક્ત રાખો છો - તમારે અમારી સાઈટ કે પ્રકલ્પો પરના તમારા યોગદાન અને ફેરફારોને ફરજીયાતપણે પરવાનામુક્ત કરવું પડશે (સિવાય કે તે મુક્ત રીતે જાહેર વપરાશ માટે આપવામાં આવેલ હોય).
- કોઈ વ્યવસાયિક સલાહ નહિ - આ લેખો અને પ્રકલ્પો માત્ર માહિતી માટે છે, કોઈ વ્યવસાયિક સલાહ આપવા નહિ.