ઇન્ડિક મીડિયાવિકી ડેવલપર્સ વપરાશકર્તા જૂથ/તકનિકી પરામર્શ ૨૦૨૪

This page is a translated version of the page Indic MediaWiki Developers User Group/Technical Consultations 2024 and the translation is 100% complete.

પૂર્વભૂમિકા

ઇન્ડિક મીડિયાવિકી ડેવલપર્સ વપરાશકર્તા જૂથ ભારતમાંથી ટેકનિકલ ફાળો આપનારાઓના વિકાસને ટેકો આપવા અને ઇન્ડિક વિકિમીડિયા પ્રોજેક્ટ્સ સંબંધિત વિવિધ તકનિકી પડકારોનો સામનો કરવા માટે વિવિધ કાર્યશાળાઓ (ઓનલાઇન અને વ્યક્તિગત રીતે) અને હેકેથોનનું આયોજન કરતું આવ્યું છે. ભૂતકાળની કાર્યશાળાઓ દરમિયાન, હેકેથોન દરમિયાન ત્યાં હાજર વિકાસકર્તાઓ અથવા સંપાદકોએ તત્ક્ષણ રજૂ કરેલા મુદ્દાઓ/સમસ્યાઓ પર જ કામ થતું હતું. આ કાર્યપ્રણાલીના પોતાના ફાયદા છે, પરંતુ ઘણીવાર નવા આવનારાઓ માટે ગૂંચવણભર્યું અને પીછેહઠ કરાવનારી નીવડી શકે છે. વધુમાં, વિવિધ ભારતીય સમુદાયોએ સામનો કરવો પડતો હોય તેવા તકનિકી પડકારો વિશે આપણી પાસે પૂરતી સમજ નથી, જેના કારણે તેમને સંબોધવા માટે ચોક્કસ પહેલ શરૂ કરવી મુશ્કેલ બની શકે છે. આ બંને પડકારોનો સામનો કરવા માટે, અમે ૨૦૨૪ની વાર્ષિક યોજનાના ભાગરૂપે સામુદાયિક તકનિકી પરામર્શ અજમાવવાની યોજના બનાવી રહ્યા છીએ.

ઉદ્દેશ

આ પરામર્શોનો મુખ્ય ઉદ્દેશ છે કે, ચારથી પાંચ પ્રારંભિક સમુદાયોએ સામનો કરવો પડતો હોય તેવા તકનિકી પડકારોની સારી સમજ મેળવવી, તેમના પડકારો અને જરૂરિયાતોને રજૂ કરવી અને તેનો ઉપયોગ કરવો.

  1. કાર્યશાળાઓ અને હેકેથોન દરમિયાન હાથ ધરવાના કાર્યો તરીકે
  2. મોટા પડકારો માટે એક ચોક્કસ યોજના ઘડવી (જેમ કે મોટા સાધનો બનાવવા).

પ્રક્રિયાના અંત સુધીમાં આપણે ઈચ્છીએ છીએ કે:

  1. ભારતીય ભાષાઓના વિકિમીડિયા પ્રોજેક્ટોએ સામનો કરવો પડતો હોય તેવા મોટા તકનીકી પડકારોની સમજ હોવી જોઈએ અને તેમનું દસ્તાવેજીકરણ થયું હોવું જોઈએ.
  2. સામગ્રી પ્રદાન કરનારાઓની તકનિકી જરૂરિયાતોને સમજીએ, જેથી તેમને તકનિકી આઉટરિચ અને વિકાસ પ્રવૃત્તિઓ દ્વારા સંબોધી શકીએ.

સમયરેખા

પગલું તારીખ સુધીમાં (અંદાજ) સ્થિતિ પરિણામો/નોંધ
પ્રારંભિક સમુદાયો વિષે નિર્ણય 15 મે 2024   પૂર્ણ પ્રારંભિક સ્તર માટે નીચેના છ સમુદાયો નક્કી કરવામાં આવ્યા છેઃ ml, or, Pa, te, gu & ta (મલયાલમ, ઉડિયા, પંજાબી, તેલુગુ, ગુજરાતી અને તમિળ).
સહકારસ્રોતનો સંપર્ક અને પુષ્ટિ 30 જૂન 2024   પૂર્ણ સંમત થયેલા સમુદાયો: or, te, gu, pa, ml
વિચાર મંથન પ્રક્રિયા/પગલાંઓની રૂપરેખા 15 જૂન 2024   પૂર્ણ
સહકારસ્રોત + હિતધારકો ઓનબોર્ડિંગ કોલ 30 જૂન 2024   પૂર્ણ
ચરણ ૧: સર્વેક્ષણ પ્રશ્નાવલીને અંતિમ સ્વરૂપ આપવું (મેટાવિકી & ફોર્મ) 31 જુલાઇ 2024   પૂર્ણ
ચરણ ૧: સર્વેક્ષણનું ભાષાંતર કરવું અને અમલમાં મૂકવું 7 ઓગસ્ટ 2024
ચરણ ૧: સર્વેક્ષણનો અંત 22 સપ્ટેમ્બર 2024
ચરણ ૧: સર્વેક્ષણનો અહેવાલ 6 ઓક્ટોબર 2024
ચરણ ૨: પરામર્શ મિટિંગ ૧ 30 ઓક્ટોબર 2024
ચરણ ૨: પરામર્શ મિટિંગ ૨ 15 નવેમ્બર 2024
માહિતી અને કાચા રિપોર્ટનું સંકલન 30 નવેમ્બર 2024
પ્રતિસાદ અને અહેવાલને આખરી સ્વરૂપ 15 ડિસેમ્બર 2024

સમુદાયો

સમુદાય સામુદાયિક સંપર્ક (સહકારસ્રોત) વપરાશકર્તા જૂથ સહકારસ્રોત
મલયાલમ User:Gnoeee KCVelaga
ઓડિયા User:Chinmayee Mishra Nivas10798
પંજાબી User:Kuldeepburjbhalaike Nivas10798
તેલુગુ User:Pavan santhosh.s Nivas10798
ગુજરાતી User:Dsvyas KCVelaga


ચરણ ૧

સર્વેક્ષણ પ્રશ્નાવલી

ઢાંચાઓ
ઉદાહરણ: માહિતીચોકઠું વ્યક્તિ, Class, Maplink
  • શું તમે તમારા વિકી પ્રોજેક્ટ પર ઢાંચાઓનો ઉપયોગ કરો છો/ (તેનાથી પરિચિત છો?)
  • તમારા વિકિમાં યોગદાન આપતી વખતે તમે કયા પ્રકારનાં ઢાંચાઓનો ઉપયોગ કરો છો?
  • શું તમે તમારા વિકિમાં યોગદાન કરતી વખતે વર્તમાન ઢાંચાઓમાં કોઈ પડકારનો સામનો કર્યો છે?
  • કૃપા કરીને ઓછામાં ઓછા ત્રણ ઢાંચાઓ સાથે તમે જે પડકારનો સામનો કર્યો હોય તેનું વર્ણન કરો
  • તમે આવા ઢાંચાઓને કેવી રીતે કામ કરતા કરો છો?
  • એવા કોઈ ઢાંચા છે જે તમારા વિકિ પર આયાત નથી કર્યા કે બનાવેલા નથી પણ તમારા મતે ઉપયોગી છે?
Tools & userscripts
ઉદાહરણ: Video2Commons, PetScan,વિકિસ્રોત નિકાસ, વિકિફાઇલ ટ્રાન્સ્ફર, BookReader
  • શું તમે તમારા પ્રોજેક્ટ પર સાધનો/સ્ક્રિપ્ટોનો ઉપયોગ કરો છો?
  • જો હા, તો તમે આ સાધનો/સ્ક્રિપ્ટોનો ઉપયોગ ક્યાં કરો છો?
  • કૃપાની કરીને તમે સામાન્ય રીતે ઉપયોગ કરતા હોવ તેવા અમુક સાધનોના નામ જણાવો
  • શું તમે જણાવેલામાંથી કોઈપણ સાધનો સાથે તમે કોઈ પડકારોનો સામનો કર્યો છે?
  • જો હા, તો આ સાધનોના તમારા આદર્શ કાર્યપ્રવાહ (વર્કફ્લો) અને આ સાધનો સાથે તમે જે પડકારનો સામનો કર્યો તેનું વર્ણન કરો.
  • તમે સામાન્ય રીતે વિકિમીડિયાની બહાર કયા અન્ય સાધનોનો ઉપયોગ કરો છો, જે તમે વિકિમીડિયા માટે રાખવા માંગો છો, જે તમને લાગે છે કે મદદરૂપ થઈ શકે છે?

અન્ય

  • શું તમારી પાસે કોઈ ઢાંચા/સાધન/બૉટ માટે વિચારો છે જે તમને તમારા વિકી પ્રોજેક્ટમાં વધુ સારું યોગદાન આપવામાં મદદ કરી શકે એમ છે?
  • તમારા મનમાં તેનો વર્કફ્લો કેવો દેખાશે તે વિષે શું કલ્પના છે?
  • કયા મોટા પડકારો ઉકેલવામાં આ નવા ઢાંચા/સાધન/બૉટ તમને મદદ કરી શકશે એવું લાગે છે?
  • જો અમે સ્વયંસેવક વિકાસકર્તાઓ કોઈ વિચાર પર કામ કરવા માટે ઉપલબ્ધ કરાવીએ, તો શું તમે વિચારમંથન કરવામાં અને તેમને તમારી સમસ્યા સમજાવામાં મદદરુપ થવામાં રસ ધરાવો છો?

ફેબ્રિકેટર

  • શું તમે ફેબ્રીકેટર વિશે જાણો છો? જો હા, તો શું તમે બગ્સ/સમસ્યાઓની જાણ કરવા કે નવી સુવિધાઓની વિનંતી કરવા માટે તેનો ઉપયોગ કરો છો?